• કોરોના મહામારી સામે લડવા મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત રૂ . ૩૫૫.૬ લાખની જંગી રકમનું અનુદાન કરાયું 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા, તા.06 : સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારીના બીજા વેવએ ભરડો લીધો છે દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોના કેશ આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે . આવા કપરા સમયમાં સરકાર , તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ સહીત કોરોના સામેના જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે . દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનિજ વિભાગ પણ આ બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યુ છે . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ કોરોના સામે લડત આપવા ટ્રીપલ લેયર માસ્ક, N - 95 માસ્ક , સાબુ , સેનેટાઇઝર , હેન્ડ ગ્લવસ , ઓક્સીજન કોન્સન્ટેટર , પલ્સ ઓક્સીમીટર , VTM કીટ , PPE કીટ , સ્ટીમ ઓટો ક્લેવ , ઇન્ફારેડ થર્મોમીટર , ઇલેકટ્રીક હેન્ડ ડ્રાયર , નેબ્યુલાઇઝર , વ્હાઇટ એન્ડ બ્લ કન્ટેઇનર વિગેરે જેવા અત્યંત જરૂરી મેડીકલ ઇક્વીપમેન્ટસ પુરા પાડવા માટે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા તથા કલેકટરશ્રી , નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રી જી. એચ. આરેઠીયા અને જિલ્લા આયોજન અધિકારીશ્રી , ચિંતન ભટ્ટ દ્વારા જિલ્લાના આરોગ્ય ખાતાને ડિ.એમ.એફ. ના ઉપલબ્ધ ભંડોળમાંથી કુલ રૂ . ૩૫૫.૩૬ લાખ જેટલી મોટી રકમની ગ્રાન્ટ ફાળવણી ગત અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવી રહેલ છે . તદઉપરાંત જિલ્લાના ખનિજ ઉદ્યોગ સાહસીકો દ્વારા પણ આ કપરા સમયમાં જરૂરીયાતમંદોને ટિફીન સેવા , એબ્યુલન્સ , રાશન પુરા પાડવા જેવી વિવિધ સહાય કરીને આ વૈશ્વિક મહામારીને લડત આપવા જંપલાવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે .