• અનેક દર્દીઓ સારવાર મેળવવા માટે કતારમાં ગોઠવાતાં ભારે અફડાતફડી: ઓક્સિજન ની કમી વર્તાતાં વહીવટીતંત્ર ઊંધા માથે
  • જામનગર ના બન્ને મંત્રીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત મળી રહે તેવી હાથ ધરાઇ કવાયત

જામનગર તા ૩૦, જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના પરિસર આજે ફરીથી અફડાતફડીનો માહોલ સર્જાયો છે, અને એકસો થી વધુ એમ્બ્યુલસ અથવા ખાનગી વાહનો ની કતાર ગોઠવાઈ જતાં તંત્રની દોડધામ વધી છે. જે એમ્બ્યુલન્સ અને વાહનોમાં દર્દીઓ ને સારવાર માટે ઓક્સિજનના બાટલા પણ ખૂટી પડતાં વધુ અફળાતફડીનો માહોલ સર્જાયો હતો. જે માટે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. ઉપરાંત જામનગરના મંત્રીએ પણ સ્થળ મુલાકાત લીધી હતી, અને કોઈ પણ સંજોગોમાં ઓક્સિજન નો જથ્થો પર્યાપ્ત મળી રહે અને દર્દીઓને સમયસર દાખલ કરી દેવામાં આવે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે.

 જીજી હોસ્પિટલ કોવીડ બિલ્ડિંગમાં હાલમાં ૧,૯૦૦થી વધુ દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ કોરોના ની સારવાર માટે અન્ય દર્દીઓ એમ્બ્યુલન્સ સાથે અથવાતો ખાનગી વાહનોની સાથે કતારમાં ગોઠવાઈ ગયા છે, અને આવા ૧૦૦થી વધુ વાહનો હોસ્પિટલ પરિસરમાં કતારબંધ ઉભા રહેતાં ભારે અફડા-તફડી સર્જાઈ હતી. અને દર્દીઓ ના સગાઓ પોતાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે.

 આ ઉપરાંત એમ્બ્યુલન્સ અથવાતો ખાનગી વાહનોમાં સારવાર મા દાખલ થવા માટે આવેલા દર્દીઓને પરિસરમાં જ ઓકસીઝન પૂરો પાડવા માટે ભારે દોડધામ થઈ છે. તેમજ ઓક્સિજનના બાટલા ખૂટી પડ્યા છે, ત્યારે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું.

 આ અંગેની ફરિયાદો ઉઠયા પછી જામનગર ના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તાત્કાલિક હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા, અને સ્થળ પર સમીક્ષા કર્યા પછી કોઈ પણ દર્દીને ઓક્સિજન ની કમી ન વર્તાય તેવી તંત્ર સાથે ચર્ચાઓ કર્યા પછી તે અંગેની કવાયત હાથ ધરી છે.

 સાથોસાથ જી.જી. હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળતો નથી તેવી ફરિયાદો મળી હતી. જ્યારે હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી તેવી પણ ફરિયાદ મળ્યા પછી રાજ્યમંત્રીએ સ્થળ ની મુલાકાત કરીને કોઈ પણ દર્દીને ઓક્ષીજન નો જથ્થો ઘટે નહીં, ઉપરાંત દર્દી દાખલ થયા વિના ન રહે તેની તકેદારી રાખવામાં આવશે, તેવી પણ ખાતરી ઉચ્ચારી હતી. જે માટે રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ પણ ચિંતિત હોવાનું જણાવ્યું હતું.