- બે મહિનાના સમયગાળા દરમિયાન ૧.૨૬ લાખ લોકોનું વેક્સિનેશન કરાવાયું: ૯,૮૦૦ યુવાવર્ગ ને પણ પ્રથમ ડોઝ અપાયો
જામનગર તા ૮, જામનગર મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનનો તાજેતરમાં ચોથો તબક્કો પણ શરૂ કરી દેવાયો છે, ત્યારે અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કુલ ૧.૨૬ લાખ થી વધુ લોકોનું વેકસીનેશન કરી લેવાયું છે. જેમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના 20
૯,૮૦૦ વધુ યુવા વર્ગ ના લોકો એ પણ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન માટેના જુદા જુદા ચાર તબક્કાઓ શરૂ કરી દેવાયા છે જેમાં અત્યાર સુધીમાં ૪૫ વર્ષથી ઉપરની વયના તેમજ ૧૮ થી ૪૪ વર્ષની વયના મળી કુલ ૧,૨૬,૨૭૧ નાગરિકોનું વેક્સિનેશન કરી લેવામાં આવ્યું છે. જેમાં ૪૫ થી ૬૦ વર્ષની વયના અને તેથી ઉપરના ૯૨,૭૧૨ લોકોએ વેક્સિન નો પ્રથમ ડોઝ મેળવી લીધો છે, જ્યારે ૩૩,૫૫૯ લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં અઢાર વર્ષની ૪૪ વર્ષની વયના યુવા વર્ગ માટે નો વેક્સિન નો કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે, તેના સાત દિવસના અંતે ૯,૮૦૯ યુવાવર્ગને વેકશીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે, અને વેકશીન ની પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી છે.
0 Comments
Post a Comment