• તબીબી સેવાઓ આપવા માટે જ્ઞાતિના તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સહભાગી થવા જ્ઞાતિના પ્રમુખ ની અપીલ

 જામનગર તા ૧, જામનગર શહેરમાં સર્જાયેલી કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને લેવા પટેલ સમાજ દ્વારા ૫૦ બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

જામનગરમાં શહેરી વિસ્તારમાં જ્ઞાતિજનોને હોમ આઇસોલેશન ની સુવિધા માં પડતી અગવડતા ને ધ્યાને લઇને તેમજ ભોજન અને નાસ્તા સહિતની વ્યવસ્થા સાથે સમગ્ર જ્ઞાતિજનોના સહકારથી ૫૦ બેડ નું આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટે નો તાજેતરમાં મળેલી જ્ઞાતિ ની મીટિંગમાં નિર્ણય લેવાયો છે.

 જામનગરના લેઉવા પટેલ જ્ઞાતિના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ની અધ્યક્ષતા માં ગઈકાલે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડો. મહેશ દુધાગરા, ડો. નિકુંજ ચૉવટીયા, ડો. ઋષિ વિરાણી, અને તરુણ વિરાણી સહિતના જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને કોરોના ની વૈશ્વિક મહામારીમાં જ્ઞાતિજનોની પડખે ઊભા રહેવાના ભાગ રૂપે લેઉવા પટેલ સમાજ વાડીમાં આવેલી હોસ્ટેલ માં ૫૦ બેડ સાથેનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે, અને નજીકના દિવસોમાં જ જ્ઞાતિજનો માટે નું ૫૦ બેડ સાથે નું આઇસોલેશન કાર્યરત થઈ જશે.

 જે આઇસોલેશન સેન્ટરમાં જામનગર શહેરમાં તબીબી સેવાઓ સાથે જોડાયેલા લેઉવા પટેલ જ્ઞાતિના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ વગેરેને આ સેવા કાર્યમાં સહભાગી થવા માટે જ્ઞાતિના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.