• જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો આજે પણ સાડા સાતસો ની નજીક: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૩ કેસ નોંધાયા
  • જામનગર શહેરમાં કોરોના કેસ ચારસો ની નજીક: ૩૯૦ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ૩૫૩ સહિત કુલ ૭૪૩ કેસ નોંધાયા


જામનગર તા ૧, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા એક સપ્તાહ થી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે  કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે ઘટી ને ૬૬ નો થયો છે. જોકે આજે પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો  ૭૫૦ ના આંક નજીક પહોંચી ગયો છે. જામનગર શહેરના ૩૯૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૫૦ ને પાર પહોંચ્યો છે. અને ૩૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં  કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૫૪ અને ગ્રામ્યના ૦૫૨ સહિત ૪૦૬ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૫.૮૦ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૬૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૮૧૭ નો થયો છે. 

સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૦

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૫,૩૯૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૫૩ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૭,૭૭૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૩,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૩,૩૭૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૮૧૭ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૫૪ અને ગ્રામ્યના ૦૫૨ મળી ૪૦૬ દર્દીઓને રજા આપવામાં આવી છે.