જામનગર મોર્નિંગ - ભાણવડ તા.10 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં 53 જેટલા ગામો માં કોંગ્રેસ ના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા કોરોના કાળ દરમિયાન ચાલી રહેલ સેવા યજ્ઞ તેમજ ભાણવડ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને મળતી સુવિધા અંગે સમિક્ષા કરવામાં આવી હતી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા કે ડી કરમુર દ્વારા તેના દ્વારા ચાલતી સંસ્થા ના માધ્યમથી લોકો માટે તમામ મેડીકલ સાધનો દવાઓ અને અન્ય જરૂરિયાત મુજબ ની વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવી છે સાથે જ ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલમાં મુલાકાત લીધાં બાદ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેરાત કરાયેલ RTPCR લેબ , સીટી સ્કેન મશીન અને વેન્ટીલેટર ની સુવિધાઓ ખંભાળીયા ખાતે આવેલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં આજે RTPCR લેબ નું લોકાર્પણ કરવામાં આવ્યું અન્ય બે મુદ્દાઓ જેવા કે વેન્ટિલેટર અને સી ટી સ્કેન મશીન ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે નહિ તો આગામી 12 તારીખ થી અચોક્કસ મુદતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે સાથેજ હાલ મહામારી ચાલી રહી છે પરંતુ ભાજપ દ્વારા કહેવાય છે કે કોંગ્રેસ કાઈ કરતી નથી જ્યારે ગ્રાઉન્ડ પર આવી જુઓ કેટલા કામો કર્યા છે અને અન્ય મુદ્દાઓ ને લઈ ને પણ વિક્રમ માડમ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.