• લાખોટા નેચર ક્લબ અને ફોરેસ્ટ વિભાગની ટુકડીએ તમામ બચ્ચાને રેસ્ક્યુ કરી લઈ કુદરતના ખોળે મૂક્યા

 જામનગર તા ૫, જામનગરના ગુલાબનગર નજીક મોહન નગર વિસ્તારમાં આજે વહેલી સવારે બિનઝેરી સાપ ના એકી સાથે ૧૨ જેટલા બચ્ચા નીકળી પડતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે દોડધામ થઇ ગઇ હતી. લાખોટા નેચર કલબને જાણ કરાતાં ફોરેસ્ટ વિભાગની ટૂકડી ને સાથે રાખીને તમામ નાના બચ્ચા ને રેસ્કયુ કરી લેવાયા હતા, અને કુદરતના ખોળે પાણીમાં છોડી દેવાયા હતા.

 જામનગરના ગુલાબનગર નજીક મોહનનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં સર્પ ના બચ્ચા નીકળી પડતાં સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ થયા પછી લાખોટા નેચર કલબના સર્પ મિત્ર મિલન કંટારીયા ને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા, અને જંગલખાતાની મદદ લઇ ૧૨ જેટલા પાણીમાં રહી શકે તેવા ડેંડો નામક બિનઝેરી સાપ ના બચ્ચા રેસ્ક્યુ કરી લીધા હતા, અને આસપાસના લોકોને સાંત્વના આપી હતી. ત્યાર પછી પ્લાસ્ટિકના ડબ્બામાં તમામને રેસ્કયુ કરી લીધા પછી કુદરતના ખોળે તમામ બચ્ચાને પાણીમાં છોડી દેવાયા હતા.