• મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડેરીને સીલ કરાઈ: નેગેટિવ રિપોર્ટ પછીજ સીલ ખુલશે


જામનગર તા ૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી ને કાબૂમાં લેવા માટે અલગ-અલગ વિસ્તારમાં ટીમોને દોડતી કરવામાં આવી છે અને સધન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, દરમિયાન આજે સવારે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક દૂધની ડેરીનો સંચાલક પોતે પોઝિટિવ હોવા છતાં દૂધની ડેરી ખોલીને વેચાણ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

આથી જામનગર મહાનગરપાલિકાની ટીમે પટેલ કોલોની વિસ્તારમાં ભાવેશ ડેરી ફાર્મ પર પહોંચી જઈ દુકાન ને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી, અને દુકાનનો માલીક મણિલાલ મથુરાદાસ લુક્કા કે જે પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં વેચાણ કરતો હોવાનું માલુમ પડયું હોવાથી તેને હોમ કોરેન્ટઆઇન કરી દેવાયો છે. જ્યારે તેનો આરટીપી સીઆર રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાર પછી જ દુકાન નું સિલ ખોલવામાં આવશે. તેવી ચેતવણી આપી દેવાઈ છે.