જામનગર મોર્નિંગ - પશ્ચિમ બંગાળમાં ૨ મેં એ વિધાન સભાના પરિણામ તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીના તરફેણમાં આવ્યા બાદ જોશમાં આવેલ તૃણમુલના કાર્યકરો દ્વારા તોફાનો અને હુમલાઓ શરુ કરવામાં આવ્યા છે. ભાજપનિ કાર્યાલયો અને કાર્યકર્તાઓને ટાર્ગેટ કરીને મારમારવામાં આવી રહ્યો છે. મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં ૧૧ જેટલા ભાજપ કાર્યકરોની આ હિંસક હુમલામાં હત્યા થઇ ગઈ છે.

પશ્ચિમ બંગાળના કેટલાય વિસ્તારમાં દારૂ ગોળા ફેકવામાં આવી રહ્યા છે. માર્કેટો સળગાવવામાં આવી રહ્યા છે. મહિલાઓ , બાળકો સહિતના લોકોને માર મારવામાં આવી રહ્યો છે. તેમના ચિત્કારો વેદના જોઇને કાળજું કંપી જાય છે. છતાં મમતા શાંત થઈને બેઠા છે. અને આજે શપથ પણ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે લઇ લીધા છે. ત્યારે તેમને સીધો સવાલ છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં આ ઘર્ષણ, નિર્દોષ લોકો પર થઇ રહેલા અત્યાચારો, હરીફ પાર્ટીના કાર્યકરો પર થતા હુમલાઓ ક્યારે બંધ થશે ? લોકશાહીમાં આવા બદલાની ભાવના અસ્થાને છે. હજુ તો લોકો તમને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં જોવા માંગે છે. પણ તમારા રાજમાં આવો છૂટો દોર તમારા કાર્યકરોને હોય તો લોકો તમને કોઈ કાળે નહી સ્વીકારે કદાચ આવનારા સમયમાં બંગાળીઓ પણ નહી !