જામનગર તા ૩, જામનગર જીલ્લા ના જામજોધપુર તાલુકા મોટી ગોપ સહીત ના ગ્રામ્ય વિસ્તારમાં આજે સોમવારે સાંજે બરફ ના કરા સાથે નો કમોસમી વરસાદ પડ્યો હતો.જેથી ખેડુતોમાં ભારે ચિંતા નું મોજું ફરી વળ્યું હતું.

કમોસમી વરસાદ ના કારણે ખેડુતો ના પાક ને નુકસાન પણ થયું છે.

મોટી ગોપ ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડયો હતો જોકે થોડી વાર પછી વરસાદ રોકાઈ જતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.