જામનગર તા ૫, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ટીએમસી ના કાર્યકરો દ્વારા રાજકીય હિંસા કરવામાં આવી હતી જેનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ કરવા આવ્યા છે. જે અંતર્ગત જામનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 જામનગર મહાનગરપાલિકાના પ્રત્યેક વોર્ડમાં ભાજપના કાર્યકરો દ્વારા હાથમાં પોસ્ટરો લગાવી ને ટી એમ સી દ્વારા થતી રાજકીય હિંસાનો વિરોધ પ્રદર્શિત કરવાના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ધરણા યોજવામાં આવ્યા હતા.