જામનગર તા.૫,  જામનગર નજીક ના ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ માંથી પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં લીકેજ થતાં અસંખ્ય વિસ્તારમાં તારીખ ૭  ના રોજ પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે .આ વિસ્તારને તે પછી ના દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.


      ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી પાણી પૂરું પાડતી મુખ્ય ૧૧૦૦ એમ.એમ ડાયા.ની એમ.એસ. પાઇપ લાઇન ખીજડીયા ધુવાવ વચ્ચે રાધાસ્વામી મંદિર પાસે લીકેજ થવા પામી છે. જેને રીપેરીંગ માટે તારીખ ૭/૫/૨૧  ના અનેક વિસ્તારોમાં માં પાણી વીતરણ બંધ રાખવામાં આવનાર છે.


   જેમાં સોલેરિયમ ઝોન એ વિસ્તાર ના  વાલકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી ,પારસ સોસાયટી, સદગુરુ ,હિંમતનગર ૧ થી ૫ ,જયંત સોસાયટી, રામેશ્વર નગર ,માતૃ આશિષ સોસાયટી ,પટેલ કોલોની શેરી નંબર એક થી આઠ,  પટેલ વાડી, નવાગામ ઝોન બી  વિસ્તાર હેઠળ ના માટેલ ચોક , રાજ રાજેશ્વરી ,જલારામ પાર્ક, ક્રિષ્ના પાર્ક, દ્વારકેશ પાર્ક, ગાયત્રીનગર, જલારામ નગર, રામેશ્વર નગર, વિનાયક પાર્ક ,શિવમ એસ્ટેટ ,શાંતિ પાર્ક, શક્તિ પાર્ક , નવજીવન સોસાયટી, પટેલવાડી ,નિર્મળ નગર, ભોળેશ્વર સોસાયટી ,નંદન સોસાયટી, બેડી ઝોન એ  વિસ્તાર ના જોડિયા ભૂંગા માધાપર ભૂંગા ,ગરીબ નગર ,પાણાખાણ ,દિવેલીયા ચાલી, ચકલી કાંટો, સલીમ બાપુ મદ્રેસા , હાઉસિંગ બોર્ડ, વૈશાલી નગર, માધાપર ભુંગા વિસ્તાર હેઠળ ના ઢીંચડા ગામ , સમર્પણ ઝોન વિસ્તાર હેઠળ ના રેલ્વે અંડરબ્રીજ,  ઓસવાળ, ૩,૪  અને તેને સંલગ્ન વિસ્તાર ,કેવલિયાવાડી, વૃંદાવન અને તેને સંલગ્ન વિસ્તાર , ધરારનગર  -૧ નો સંલગ્ન  વિસ્તાર વગેરે નો સમાવેશ થાય છે.


આ વિસ્તાર માં બીજા દિવસે એટલે કે તા. ૮ ના પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગર પાલિકા ના વોટર વોર્ક્સ વિભાગના કાર્યપાલક ઈજનેર ની અખબારી યાદી માં જણાવાયું છે.