• સરકાર માન્ય નંબર પ્લેટ ચોરીની બાઈકમાં લગાવવાના કૌભાંડના આરોપીને જામીન મુક્ત કરતી નામ.અદાલત

આ કેસની હકિકત એવી છે કે , રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં આરોપી જય ચંદ્રકાંતભાઈ બગડાની અટક કરવામાં આવેલ તેની તપાસ કરતા તેમના પાસેથી બાઈકની આર.સી.બુક મળી આવેલ જેના નં.જી.જે .૧૩ - એ.એ. - ૫૧૨૪ હતા . જેથી આરોપી જે બાઈક સાથે પકડાયેલ તે બાઈકની આરોપી પાસેથી મળી આવેલ આર.સી.બુકની સરખામણી કરતા બાઈકના ચેસીઝ નંબર અને એન્જન નંબર આર.સી.બુક કરતા અલગ મળી આવેલ જેથી પોલીસે આ બાબતે તપાસ કરતા આ બાઈકના સાચા નંબર જી.જે .૧૦ - સી.એચ. - ૭૫૧૫ હોવાનું માલુમ પડેલ જેથી રાજકોટ રેલ્વે પોલીસ દ્વારા જામનગર સીટી ' સી ' ડીવીઝન પોલીસ સ્ટેશનને મેઈલ ધ્વારા માહીતી પુરી પાડતા જામનગર સીટી ' સી ' ડીવીઝનમાં ફરીયાદી અનિલભાઈ ગોજીયાએ પોતાનું બાઈક ખોડીયાર કોલોની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક પાસેથી ચોરી થયાની ફરીયાદ જાહેર કરેલ તે જ બાઈક હોવાનું માલુમ પડેલ જેથી આરોપીનો કબજો જામનગર સીટી ' સી ' ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ , જેમાં આરોપીની ઈન્ટ્રોગેશન દરમ્યાન તેઓ કરણ ભાઈ ઉર્ફે કીરો કૌશીકભાઈ રાઠોડ પાસેથી પૈસા માંગતા હોય જેના બદલામાં તેમને આ બાઈક આપેલ હોવાનું ખુલતા પોલીસે આરોપી કીરણ રાઠોડની અટક કરેલ જેના ઈન્ટ્રોગેશન દરમ્યાન આ બાઈક તેમને ચોરી કરેલ હોવાનું ખુલેલ , અને બંન્ને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ ત્યારબાદ આરોપી કિરણ કૌશીકભાઈ રાઠોડ દ્વારા નામ . અદાલત સમક્ષ જામીન મુકત થવા માટેની અરજી દાખલ કરેલ જે અરજી દાખલ થતાં તપાસ કરનાર અધિકારીએ સોગંદનામું રજુ કરી અને જાહેર કરેલ કે , મુખ્ય આરોપી જય ચંદ્રકાંતભાઈ બગડાને હાલના અરોપીએ પૈસાના બદલામાં આ ચોરી કરી અને બાઈક આપેલ હોય , જે બાઈકના નંબર જી.જે .૧૦ - સી.એચ. - ૭૫૧૫ હોય , જે બાઈકમાં મુખ્ય આરોપી જય બગડા દ્વારા સરકાર માન્ય નંબર પ્લેટ કોઈ અન્ય આર.સી.બુક મુજબની બનાવેલ હોય અને તેમાં હાલના આરોપીએ મીલાપીપણું કરી અને ગુન્હો આચરેલ છે . જેની સાથોસાથ સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે , સરકાર માન્ય નંબર પ્લેટથી આ પ્રકારે ચોરીના ગુન્હાઓ અને નંબર પ્લેટ બદલીના કૌભાંડો ન થાય તેથી સરકારે નિયમો બનાવેલ હોય , અને આરોપીઓ ધ્વારા મીલાપી થઈ જઈ અને આ પ્રકારે ગુન્હો આચરેલ છે . અને સરકારના નિયમોને નેવે મુકી અને પોતાનો અંગત લાભ લીધેલ છે . આ પ્રકારના આરોપીને જામીન મુકત કરવા જોઈએ નહી . જેની સામે આરોપી તરફે રજુઆત થયેલ કે , હાલના સમગ્ર દેશમાં તમામ મુદામાલ કબજે થઈ ગયેલ છે . હવે કોઈ તપાસ બાકી નથી અને જે ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવવાના આક્ષેપો છે તે કેશ ચાલતા પુરવાર થાય છે , ન થાય તે પુરાવાનો વિષય છે . હાલ આરોપીઓ લાંબા સમયથી જેલમાં છે . તપાસમાં જયારે તમામ કબજે થઈ ગયેલ હોય ત્યારે આરોપીને તેમને જામીન મુકત થવાના હકોથી વંચીત રાખી શકાય નહી . અને જામીન મુકત કરવા માટે વિસ્તૃત અને ધારદાર રજુઆતો કરવામાં આવેલ આ તમામ રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને નામ . સેશન્સ કોર્ટે આરોપી કિરણ ઉર્ફે કીલો કૌશીકભાઈ રાઠોડને જામીન મુકત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી કિરણ ઉર્ફે કિલો કૌશીકભાઈ રાઠોડ તરફે વકીલ શ્રી શિવાની શકિતપ્રસાદ વ્યાસ રોકાયેલા હતા.