• સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ની વ્યવસ્થા કરવા તેમજ રેમડેસિવિરના ઇન્જેક્શનો સહિતની માગણી સાથેના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન

 જામનગર તા ૮, જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત સર્કલમાં જુદા જુદા પોસ્ટર સાથે સોશિયલ ડિસ્ટનસ જાળવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા, ઉપરાંત રેમડેસિવિરના ઇન્જેક્શનો અને હોસ્પિટલમાં પુરતા પ્રમાણ માં બેડની વ્યવસ્થા કરવા સહિતના સૂત્ર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કોરોનાની મહામારીમાં આરોગ્ય સેવા પૂરતા પ્રમાણમાં ન કરી શકાય તો સરકારે રાજીનામું આપી દેવું જોઇએ તેવી માગણી કરી હતી.

 જામનગર શહેર અને જિલ્લા કોગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા, અને લોકો ને પુરતી આરોગ્ય સેવા ના મળતી હોવા ના આક્ષેપ કરી શહેર જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ જિલ્લા પંચાયત સર્કલમાં સોશિયલ ડિસ્ટનસ જાળવી હાથમાં પોસ્ટર દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કૉંગ્રેસ ના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર પાસે પૈસા નથી, ધારાસભ્યો ને આરોગ્ય માટે ની મર્યાદીત ગ્રાન્ટ ને વધારી ને ૫૦ લાખ જેટલી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ ૧ એપ્રિલમાં મળી જવી જોઈએ, જે હજુ સુધી કોઈ ને મળી નથી. સરકાર લોકો ના આરોગ્ય ને લઈને કામગીરી ના કરી શકતી હોય તો રાજીનામુ આપવું જોઈએ.અને રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઇએ તેવું ચિરાગ કાલરીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે.