જામનગર તા ૩, જામનગરમાં ધરારનગર વિસ્તારમાં થી ૭૫ વર્ષની વયના કોઈ અજ્ઞાત વયોવૃદ્ધ પુરુષને મૃતદેહ મળી આવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરારનગર વિસ્તારમાં શાળા નંબર ૫૫ પાસેથી ગઈકાલે ૭૫ વર્ષની વયના એક અજ્ઞાત વૃદ્ધ પુરુષ નો મૃતદેહ મળી આવ્યો હતો.

જે અંગે હનીફ અબ્બાસભાઈ આરબ નામના રિક્ષાચાલક યુવાને પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો હતો, અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા પછી મૃતદેહને કોલ્ડરૂમમાં રાખ્યો છે. અને તેની ઓળખ કરવા માટે તેમજ મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.