જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.05 : તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા દરેક સાંસદોને તેમના વિસ્તારમાં કંપનીઓ તથા સ્વેચ્છિક સંગઠનોને કોરોના મહામારીમાં મદદરૂપ થવા માટે કાર્ય કરવાની અપીલ કરી હતી જેમાં જામનગર અને દ્વારકાના સંસદ પૂનમબેન માડમ દ્વારા ખૂબ જ સુંદર કાર્ય કોરોના મહામારીમાં કંપનીઓની મદદથી શક્ય બન્યું છે.


 રિલાયન્સ કંપની દ્વારા 1000 બેડની હોસ્પિટલ જેમાં 400 બેટની ગઈકાલે શરૂ થઈ ગઈ છે જે ખંભાળિયા પાલિકાના ટાઉન હોલમાં પાલિકા પંચાયતોના સહયોગથી કોવીડ કેર સેન્ટર, ઘડી ડિટર્જન્ટ કંપનીના સહયોગથી ૫૦ લાખના ખર્ચે અદ્યતન ઓક્સિજન ટેન્ક સાથે નવ હજાર લિટરની ટાંકી સાથે પ્લાન્ટ નાંખવા કંપનીએ પણ ઓક્સિજન બાટલા તથા અન્યમાં લાખો રૂપિયાની મદદ કરી છે. આ ઉપરાંત એસાર કંપની પાવર દ્વારા પણ 40 ઓક્સિજન સાથે 100 બેડની હોસ્પિટલ શરૂ કરાઈ છે આમ કંપનીઓનો મોટો સહયોગ સાંસદની જહેમતથી મળેલ છે.