મૃતક દેવાભાઇ વરૂ 


  • દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ગુન્હાખોરી ચરમ સીમાએ નજીવી બાબતોમાં હત્યાંના બનાવ બની રહ્યા છે.

જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.06 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હમણાં થોડા સમયથી ગુન્હાખોરી માજા મૂકી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વીતેલા થોડા સમયમાં જ દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં અનેક હત્યાંના બનાવ નજીવી બાબતમાં બન્યા છે ત્યારે વધુ એક કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે ગઈકાલે રાત્રે એક 36 વર્ષીય યુવકની હત્યાંનો બનાવ બનતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ દોડી ગઈ હતી.


બનાવની વિગત જોઈએ તો ગઈકાલે રાત્રીના સુમારે કલ્યાણપુરના દેવળીયા ગામે એક યુવકની હત્યાં થઇ હોવાની માહિતી પોલીસને મળતા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમો અને સ્થાનિક પોલીસ દેવળીયા ગામે પહોંચતા ત્યાં રણમલભાઈ પબાભાઈ પઠાણના ઘર પાસે દેવાભાઇ છગનભાઇ વરૂ ઉ. વ.36ની હત્યાં કરાયેલ લાશ પડી હતી જેથી પોલીસને પ્રથમ શંકાસ્પદ રણમલ પબાભાઈ પઠાણ લાગતા તેમને શોધી હસ્ટગત કરી આગવી ઢબે પૂછપરછ કરાતા તેમણે કબ્લ્યુ હતું કે મરણ જનાર દેવાભાઇ છગનભાઇ વરૂને આરોપી રણમલ પાબાભાઈ પઠાણની માતા સાથે આડા સબંધો હોય અને ગઈકાલે રાત્રે જયારે દેવાભાઇ તેમના ઘરે આવતા આ બાબતે બોલાચાલી અને હિંસક મારાં મારી થતા રણમલભાઈ પબાભાઈ પઠાણ તથા તેમના બનેવી મેરૂભાઇ રામાભાઇ લાડક બંનેએ મળીને દેવાભાઇ છગનભાઇ વરૂને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ બંને આરોપીના કોવીડ ટેસ્ટ કરીને વિધિવત રીતે અટક કરવામાં આવશે.