જામનગર તા ૬, જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતી એક યુવતીએ પોતાની બીમારીથી કંટાળી જઇ એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગર નજીક દરેડમાં ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતી મીતાબેન અરજણભાઈ ધવડ નામની ૧૯ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે દીપકભાઈ જેઠાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે નિતાબેન ના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નીતાબેન છેલ્લા આઠેક મહિનાથી પેશાબની બીમારીથી પીડાતી હતી જે બીમારીથી તંગ આવી જઇ પોતાના ઘેર એસિડ પી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.