જામનગર ૩, જામનગર નજીક નાઘેડી માં રહેતા ૬૫ વર્ષના એક વયોવૃદ્ધ એ પોતાની કિડનીની બીમારીથી તંગ આવી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા પીઠાભાઇ કારાભાઈ ભાટુ નામના ૬૫ વર્ષના વયોવૃદ્ધ એ છેલ્લા પંદરેક વર્ષની પોતાની કિડનીની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવશીભાઈ પીઠાભાઇએ પોલીસને જાણ કરતા પંચકોશી બી ડિવિઝન પોલીસે જી. જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment