કાલાવડ તાલુકાના નવાગામ જીલ્લા પંચાયત સીટના સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિનિ ચેરમેન ગોમતીબેન મેઘજીભાઈ ચાવડાના વિસ્તારમાં મોટી વાવડી ગામ લોકજાગૃતિ અને સાવચેતીના લીધે કોરોના મુકત ગામ જાહેર થયેલ છે . કોરોનાની મહામારી વચ્ચે પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા કાલાવડ વિસ્તારમાં વારંવાર પોતાના વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે . ત્યારે આજે જીલ્લા પંચાયત પ્રમુખ ઘરમશીભાઈ ચનીયારા સહીતના આગેવાનો કાલાવડ તાલુકા ના પ્રવાસે આવી પહોચ્યા હતાં . જેમાં કાલાવડ તાલુકા ના નાના પાચદેવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , નવાગામ , ખરેડી , વડાળા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ખુટતી સુવિધા પુરી કરવા માટે વિગતો મેળવી હતી . સાથે આરોગ્ય કર્મચારી સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી . અને આરોગ્ય કર્મચારી ને સારી કામગીરી બદલ બિરદાવામાં આવ્યા હતાં . સાથોસાથ નવાગામ ની ભાગોળે આવેલ જામવાડી , મોટી વાવડી સહીતના ગામોની મુલાકાત લઈને પ્રજા સુખે સુખી અને પ્રજાના દુઃખે સહભાગી થવાની ભાવના સાથે લોકોને ઘર માં રહેવાની અપીલ કરવામાં આવી.


 તસ્વીર - હર્ષલ ખંધેડિયા, કાલાવડ