જામનગર તા ૯, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામમાં રહેતી એક શ્રમિક યુવતીએ તાવ ની દવા ના બદલે ભૂલથી જંતુનાશક દવા પી લેતાં ઝેરી અસર થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામમાં રહેતી કનીબેન રામાભાઇ ઝાપડા નામની ૪૧ વર્ષની શ્રમિક યુવતીને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. જે તાવ ની દવા ના બદલે પોતાના ઘરમાં લાઈટ ન હોવાથી ભૂલથી પાક માં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેણીને વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ રામાભાઇ માંડા ભાઇ જાપડા એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.