જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.14 : દેવભૂમિ દ્વારકાના આથમણા બારા ગામે ખાનગી કંપની દ્વારા પવનચક્કી કામ માટે આડેધડ ખોદકામ થતું હોવાની ગામના સરપંચ ભીખુભા જાડેજા દ્વારા ફરિયાદ તથા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ પછી ગઈકાલે આ ખાનગી કંપની દ્વારા સરકારી જમીન માંથી મોરમ માટીનું ખોદકામ શરૂ કરતા સરપંચ જાડેજાએ ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરતા તેમણે તરત જ ટીમ મોકલીને ચેકીંગ કરતા જમીન માંથી ખોદકામ કરતા બે ટ્રેક્ટર તથા જે. સી. બી. ને અટકાવ્યા હતા તથા ગેરકાયદે ખોદકામ કઈ સરકારી જમીન માંથી અને કેટલું થયું તે અંગે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. દેવભૂમિ જીલ્લામાં ખાનગી કંપનીઓ તથા કોન્ટ્રાકટરો મરજી મુજબ ખોદકામ કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે.અગાઉ રોડના કોન્ટ્રાકટર સામે પણ ફરિયાદ થઇ હતી.