• જામનગરમાં ૩૫ થી વધુ કેસ સામે આવ્યા:હાલમાં જી.જી. હોસ્પિટલ માં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ

જામનગર તા. ૯, કોરોના ની બીમારી પછી દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસ નો કહેર વધ્યો છે .આથી મુખ્યમંત્રી ની સૂચના પછી જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં અલાયદા વૉર્ડ અને અલાયદી ઓ.પી.ડી. ની સુવિધા શરૂ કરી દેવા માં આવી છે.જ્યાં હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.


    રાજ્ય માં કોરોનાની સારવાર પછી કેટલાક દર્દીઓ માં મ્યુકોર્માસિસ નો વ્યાપ વધી રહ્યો છે. અને અનેક લોકો આ ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે.

ત્યારે રાજ્ય ના મુખ્યમંત્રી ના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગ ને  ફેલાતો અટકાવવા  ત્વરિત સારવાર માટે સરકારી હોસ્પિટલમાં અલાયદા વોર્ડ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.


    આ નિર્ણાય ના અનુસંધાને  જામનગર ની ગુરુ ગોવિંદસિંઘ સરકારી કોવિડ હોસ્પિટલ માં મ્યુકોર્માસિસ ના દર્દી માટે અલાયદો વિભાગ  શરૂ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અલાયદો વૉર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવા ૩૫ જેટલા દર્દીઓ સામે આવ્યા છે, અને નવા શરૂ કરાયેલા વોર્ડમાં હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે .જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ ના કાન- નાક-ગળા તેમજ આંખ વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા  મ્યુકોર્માસિસ ના લક્ષણ ધરાવતા દર્દીઓને તપાસવામાં આવે છે. તેમાંથી જરૂર જણાતા દર્દીઓને હોસ્પિટલના અલગ  વૉર્ડ માં દાખલ કરી તેમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી રહી છે.