જામનગર તા ૨, જામનગરમાં અંબર ચોકડી નજીક પંચમુખી કોમ્પલેક્સમાં રહેતા એક ચોકીદાર નું અકસ્માતે પટકાઈ પડતા કરુણ મૃત્યુ થયું છે.

 જામનગરમાં અંબર સિનેમા નજીક પંચમુખી હનુમાન કોમર્શિયલ કોમ્પલેક્ષમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભૂપતસિંહ વાઢેર (૫૫) આજે સવારે પોતાની ઓફિસમાં એકાએક પડી ગયા હતા અને બેશુદ્ધ બન્યા હતા. જેઓ ને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે હિમાંશુ ભગવાન પૂરી ગોસાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.