જામનગર તા.૨, જામનગર શહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા વધુ એક શખસને પોલીસે પકડી પાડયો છે. જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અન્ય એક શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.

 જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ માં રહેતા વિપુલ પ્રભુદાસભાઈ નામના એક શખ્સ ને પોતાના મોબાઈલ ફોનમાં આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો હતો, અને તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૧૨,૬૦૦ની માલમતા કબજે કરી હતી.

 તેની પૂછપરછ દરમિયાન તેની સાથે નિશાંત લોહાણા નામનો શખ્સ ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.