• પાંચ ટેન્કરમાં ૧૦૩ ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન


જામનગર તા. ૪ ,   વર્તમાન કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની સપ્લાય નિયમિત જળવાઈ રહે તે હેતુથી રેલવે વિભાગ ની  પણ સેવા લેવા માં આવી રહી છે. આજે હાપા (જામનગર) થી વધુ એક ઓક્સિજન ટેન્કર સાથે ની ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના થઈ હતી.

     દેશના અલગ અલગ શહેરોમાં ઓક્સિજનનો જથ્થો ઝડપી અને નિયત સમયમાં પહોંચાડવા માટે રેલ સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જે અન્વયે અગાઉ હાપાથી બે ટ્રેનો ઓક્સિજન ટેન્કરો સાથે રવાના થયા પછી આજે વધુ એક સ્પેશિયલ ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના થઈ હતી.


પાંચ ઓક્સિજન ટેન્કરમાં કુલ ૧૦૩.૬૪ ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો આ જથ્થો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રવાના થયો હતો. અને આ ટ્રેન આજે વહેલી સવારે ૪-૪૦ કલાકે હાપાથી રવાના થઈ હતી. આશરે ૧ર૩૦ કિ.મી.નું અંતર કાપીને બુધવારે દિલ્હી કેન્ટ પહોંચશે અને દિલ્હી તથા આજુબાજુના વિસ્તારની કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓ માટે તેનો ઉપયોગ થશે.