જામનગર તા. ૯,    ભારત ભર માં ફેલાયેલી  કોરોના મહામારી માં દર્દીઓને સારવાર માટે ઓક્સિજન સપ્લાય ઝડપ થી થઈ શકે તેવા હેતુ થી  રેલવે મારફત ઑક્સિજ ટેન્કર મોકલવામાં  આવી રહ્યા છે .આજે  જામનગર જિલ્લા ની રિલાયન્સ કંપનીમાંથી ૨૨૪.૬૭ ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનો જથ્થો ભરીને હાપા (જામનગર ) થી વધુ  એક ટ્રેન દિલ્હી કેન્ટ માટે રવાના કરવામાં આવી હતી.


     કોરોના મહામારી માં  ઓક્સિજન ની વ્યાપક પ્રમાણ માં જરૂરીયાત ઉભી થઇ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને હોસ્પિટલ ને નિયત સમયમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુ થી રેલ્વે સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે.આથી રેલવે દ્વારા ઓક્સિજન સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.  જે અન્વયે  જામનગર ની રિલાયન્સ કંપની માંથી ઓક્સિજનનો જથ્થો ભરીને જામનગર  નજીક ના હાપા રેલવે સ્ટેશન  થી આજે બપોરે  ૩:૧૦  કલાકે દિલ્હી કેંટ માટે ૧૧ ટેન્કર માં કુલ  ૨૨૪.૬૭ ટન લિકવિડ મેડીકલ ઑક્સિજ નો જથ્થો ભરી ને  ટ્રેન  રવાના કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી માં કુલ ૧૧ ટ્રેન રવાના થઈ ચૂકી છે.