• જામનગરમા બેડી વિસ્તારમાંથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા આઠ પતાપ્રેમીઓ પકડાયા

 જામનગર તા ૨, જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઈલ ફોનમાં લુડો ની ગેમ પર હારજીતનો જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે, જ્યારે અન્ય બે ને ફરારી જાહેર કરાયા છે આ ઉપરાંત બેડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આઠ પતા પ્રેમી ને પોલીસે પકડી પાડયા છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ પાણીના ટાંકા પાસેથી જાહેરમાં મોબાઇલ ફોન પર લુડો નામની ગેમ વડે પૈસાની હાર-જીતની કરી જુગાર રમી રહેલા શૈલેષ જેન્તીભાઈ મંગે, તેમજ વસંત મંગળદાસ ગોધરા નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૫,૯૦૦ અને મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે.

 જે બંને શખ્સો સાથે જામનગરના જ પ્રફુલ ઉર્ફે મમરો જગદીશભાઈ અને વિમલ મથુરાદાસ માઉ નામના બે શખ્સો મોબાઈલ ફોન મારફતે જુગાર રમતા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કર્યા છે.

 જામનગરના બેડી વિસ્તારમાં દિવેલિયા ચાલી પાસેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ફારૂક કાસમભાઈ વાઘેર, અખ્તર સુલેમાન,સંધાર, સલીમ મામદભાઇ ભડેલા, બસીર જૂસબભાઈ સાયચા, મકબુલ અજીજભાઈ, વલીભાઈ ઇબ્રાહીમભાઇ સંધાર, અને ઇમરાન નુરમામદ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૮,૦૦૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.