• જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો સતત નવમાં દિવસે પણ સાતસો થી ઉપર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨૯ કેસ નોંધાયા
  • જામનગર શહેરમાં કોરોના કેસ આજે પણ ચારસો ની નજીક: ૩૯૭ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ૩૩૩ કેસ નોંધાયા:૫૭૮ ડિસ્ચાર્જ થયા


 જામનગર તા ૬, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર રહયા પછી ધીમે ધીમે કોરોના ના મૃત્યુ મામલે રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૪૮ નો થયો હતો, પરંતુ તેમાં એકાએક ધરખમ ઉછાળો આવ્યો છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૧ દર્દીઓના કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા છે. સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ  ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૭ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.  જેથી હજુ પણ લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૧ અને ગ્રામ્યના ૨૭૭ સહિત ૫૭૮ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા ત્રણ દિવસથી થોડી બ્રેક લાગી હતી, પરંતુ તેમાં એક ધરખમ ઉછાળો આવ્યો છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં છ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં  ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૯૧ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૧૪૧ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઉછાળો યથાવત રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૭

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૭,૩૭૪ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૩૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૯,૪૫૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૬,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૬,૯૮૮ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર  ફરી વધ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૧૪૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૧ અને ગ્રામ્યના ૨૭૭ મળી ૫૭૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.