જામનગર તા ૧, ગુજરાત રાજ્યના જુદા જુદા સાતથી વધુ જિલ્લામાં ૧, મે થી કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના યુવા વર્ગને કોરોનાની વેકસિન આપવાનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે પ્રથમ દિવસે ૨,૭૪૦ યુવાનોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

 જામનગર મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ૧૫ જેટલા સ્થળોએ પ્રથમ દિવસથી જ ૧૮ થી ૪૪ વર્ષની વયના નાગરિકો માટે ની વેકશિન ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે તમામ નાગરિકો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી લેવાયું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ૨,૭૪૦ યુવા વર્ગ ના લોકોનું વેક્સિનેશન કરી લેવામાં આવ્યું છે, અને કોરોના ની વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો છે.

 આ ઉપરાંત આજના દિવસે ૪૫ વર્ષથી ઉપરના ૬૦૧ નાગરિકોને વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો છે, જ્યારે ૧,૧૩૫ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.