- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી અપાઇ
જામનગર તા.૦૧ મે, પત્રકારશ્રી કિંજલ કારસરીયા અને જામનગર મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે "કોવિડ -૧૯ રસીકરણ કેમ્પ" નું આયોજન કરવામાં આવેલ હતું. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.
આ કેમ્પમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પ્રણામી સંપ્રદાયના સ્વામીશ્રી અમૃતરાજજી મહારાજ, સ્વામીશ્રી ચંદનસૌરભજી, શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષશ્રી હસમુખભાઇ હિંડોચા, મહામંત્રીઓશ્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, શહેર મંત્રીશ્રી પરેશભાઈ દોમડીયા, કમિશનરશ્રી સતિષ પટેલ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment