ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા દ્વારા સેવા હિ સંગઠન ના હેતુ થી થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તાજેતરમાં ભાણવડ ઓખા કલ્યાણપુર એમ ત્રણ સ્થળે રક્તદાન કેમ્પ માં 209 બોટલ રક્ત એકઠું કરીને સરકારી લેબોરેટરીને થેલેસેમિયા બાળકો માટે આપવામાં આવ્યું હતું.
    દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ મહામંત્રીઓ સૈલેશભાઈ કણઝારીયા મયુરભાઈ ગઢવી યુવરાજસિંહ વાઢેર જિલ્લા પંચાયત ગ્રણી વી ડી મોરી પરબતભાઇ ભાદરકા પૂર્વ મંત્રી શ્રી મુળુભાઇ બેરા કનારાભાઈ જોડાયા હતા.
    કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ તથા વિનોદભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા તથા દ્વારકા જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહ પ્રભારી બીનાબેન આચાર્ય વીગેરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા રક્ત દાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.