યંગ સોશ્યલ ગ્રુપ પંચેશ્વર ટાવર દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર અને સંસ્થાનાં સલાહકાર સ્વર્ગીય શ્રી ભરતભાઈ મહેતાના સ્મરણાથે સંસ્થાનાં સલાહકાર શ્રી નિખિલ ભાઈ ભટ્ટ નાં સહયોગી આયોજન થી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સોલંકી, શ્રી જય ભાઈ દોશી તેમજ ગ્રુપ દ્વારા પંચેશ્વર ટાવર વિસ્તારમાં છાસ વિતરણ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યો હતો. 


યંગ સોશિયલ ગ્રૂપ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો માં સ્વ શ્રી ભરતભાઈ દ્વારા સહયોગ અને અચૂક હાજરી હતી પરંતુ સંસ્થા નાં તમામ સભ્યોને સ્વ શ્રી ભરતભાઈને આપવાની શ્રદ્ધાંજલિમાં અશ્રુધારા સાથે બે મિનિટના મૌન સાથે ભારે હ્રદયે ગમગીનીપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી... 


આ પ્રસંગે સ્વ શ્રી ભરતભાઈ મહેતાના સુપુત્ર હર્ષલ મહેતા, શ્રી કૌશિકભાઈ ટોલીયા તેમજ મંત્રી શ્રી આર.સી.ફળદુ, મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર શ્રી નીલેશભાઈ કગથરા, ધીરેન મોનાણી, અજયભાઈ શેઠ - જૈન શક્તિ મેગેઝિન, ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા તથા ચીનાભાઈ, ભરતભાઈ મોદી, નિલેશ ઓઝા વિરમભાઈ ઠૂંગા, નિકુંજ પાઠક, પ્રવીણસિંહ જાડેજા - પી.એ., ભરતભાઈ કલ્યાણી, હિરલ ભટ્ટ, વિરલ બારડ, જીતુભાઈ મકવાણા, સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સોલંકી, હાસમભાઇ મલેક, જયભાઇ દોશી, મહેશ રાવલ, જય વસા, બિપિન મશરૂ, શર્મીલાબા સોલંકી, ભાવિનિબેન મશરૂ વગેરે જહેમત ઉઠાવેલ હતી. શ્રી નિખિલભાઈ ભટ્ટનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.