• લાલપુર જામજોધપુરમાં અડધાથી એક ઇંચ, ભાણવડમાં સવા ઇંચ કલ્યાણપુરમાં અડધો ઇંચ : ભોરીયા - શેઢાખાઈ અને ભણગોરમાં નદીઓ પૂર આવ્યા.

જામનગર મોર્નિંગ - જામનગર તા.11 : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે વહેલી સવારથી જ ઉકળાટ ભરેલ વાતાવરણ રહ્યા બાદ બપોરના 3-4 વાગ્યાંથી જામનગરના જામજોધપુર અને લાલપુર ગ્રામીણ પંથકમાં અડધાથી લઈને એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો ઘણા વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સવા ઇંચ જેટલો અને કલ્યાણપુરમાં અડધા જેટલો જયારે દ્વારકા અને ખંભાળીયા પંથકમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા તો ભાણવડના ભોરીયા શેઢાખાઈ અને લાલપુરના ભણગોરમાં ખુબ સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી.


ગઈકાલે પણ જામનગરના કાલાવડ જામજોધપુર અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સારો એવો વરસાદ આવ્યો હતો સાથે જ હજુ જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો નથી. ચોમાસાના 15 જેટલાં દિવસો વીતી ગયા હોય હજુ ઘણા વિસ્તારોમાં વરસાદના અભાવે ખેડૂતોએ વાવેતર પણ કરેલ નથી ત્યાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે.