આજે બપોરના સમયે બરડા ડુંગર અને આજુબાજુના પંથકમાં સારો એવો વરસાદ શાંતિ પૂર્વક વરસ્યો હતો 10 - 15 મિનિટ સુધીમાં લગભગ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદ દરમિયાન અને વરસાદના વિરામ બાદ બરડા ડુંગરમાં એકદમ ઉઘાડ જોવા મળ્યો હતો બરડાની ટોચને સ્પર્શતા કુણા કુણા અને લાગણી ભીના વાદળો, બરડા અભ્યારણ હોવાથી પક્ષીઓના ટહુકા, પ્રાણીઓની ગર્જના અને ઉતાવળે પગે જતા સ્થાનિકો.. સાથે જ ધીમે ધીમે અને થોડીવાર માટે શરૂ થયેલ ઝરણાંના વહેણ જાણે બરડો પાણીથી નીતરતો હોય એમ વાતાવરણ અદભુત અને આહાલાદક બન્યું હતું.
0 Comments
Post a Comment