જામનગર મોર્નિંગ - જામનગર તા.19 : જામનગર - ખંભાળીયા ધોરીમાર્ગના પડાણા પાટિયા આશાપુરા હોટલ પાસે હાઇવે રોડ પર ફોર્ડ કાર ખંભાળીયા તરફ જઈ રહી હતી દરમિયાન કુતરૂ આડું ઉતરતા કાર પલટી મારી ગઈ હતી અને કારમાં સવાર રાજેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા ઉ. વ. આ.25 તથા પૃથ્વીરાજસિંહ ઝાલા ઉ. વ. આ.21 ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર માટે જામનગર જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર રાજેન્દ્રસિંહ તથા પૃથ્વીરાજસિંહ બંને ભાઈઓ થતાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગંભીર ઈજાને કારણે આ બન્ને ભાઈઓનું મૃત્યુ નીપજયું હોવાની વિગતો પણ મળી રહી છે. જયારે આ અકસ્માતમાં અન્ય ઈસમોના પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.