જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગરના મેઘપર ગામમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલ સાથે ઝડપી લઈ શખ્સની પુછપરછ હાથ ધરતા એક શખ્સનું નામ આપતા જોગવડ વાડીમાં દરોડો કરતા ત્યાંથી વધુ 128 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપતા શખ્સ મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાંથી ગઈકાલે ઈંગ્લીશ દારૂની 72 નંગ બોટલ કિંમત રૂ. 36000 તેમજ એક મોબાઈલ ફોન સાથે પ્રભાતસિંહ નામના શખ્સને ઝડપી લઈ પીએસઆઈ કે. આર. સિસોદીયા તથા સ્ટાફે પુછપરછ હાથ ધરતા જોગવડના ખીમરાજ નાથસૂર સુમેતનું નામ આપતા તેની વાડીમાં દરોડો કરતા ત્યાંથી 64 હજારની કિંમતની 128 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળતા મુદામાલ કબ્જે કરી શખ્સ હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.