• "યા હુસેન"ના સુત્રોચાર સાથે સ્થાનિકોનું ટોળું પોલીસ પર તૂટી પડ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા સ્થિતિને કાબુમાં લેવા પોલીસએ ટીયર ગેસના બાટલા છોડવા પડ્યા હતા.

જામનગર મોર્નિંગ - સલાયા તા.19 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં આજે રાત્રે મહોરમના ધાર્મિક તહેવાર નિમિતે ઝૂલુસ કાઢવા બાબતે તરહ તરહની વાતો વહેતી થતા સ્થાનિકો અને પોલીસ સાથે મોટુ ઘર્ષણ સર્જાયું હતું.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સલાયામાં એવી વાત ફેલાઈ હતી કે અન્ય શહેરોમાં ઝૂલુસ કાઢવા દયે છે અહીં સલાયમાં પોલીસ ઝૂલુસ નહી કાઢવા દયે એવી અલગ અલગ વાતો અને સાથે અફવાઓ વહેતી થતા પોલીસ અને સલાયાના સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાયું હતું જોતજોતામાં ઘર્ષણ એટલું ઘાતકી બની ગયું હતું કે સ્થાનિકોના ટોળાએ પોલીસની પીસીઆર વાન ઉંધી વાળીને તોડફોડ કરી નાખી બે પોલીસ જવાનો ઘવાયા "યા હુસેન"ના સુત્રોચાર સાથે સ્થાનિકોનું ટોળું પોલીસ પર તૂટી પડ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા સ્થિતિને કાબુમાં લેવા પોલીસએ ટીયર ગેસના બાટલા છોડવા પડ્યા હતા સાથે જ દેવભૂમિ દ્વારકા અને છેક જામનગર જીલ્લા પોલીસનો કાફલો સલાયમાં ખડકી દેવામાં આવ્યો છે આખી રાત તંગદિલી ભર્યું વાતાવરણ રહ્યું છે. સ્થિતિને થાળે પાડવા જીલ્લા પોલીસ વડા ધારાસભ્ય વિક્રમ માડમ રાત્રે જ સલાયા પહોંચ્યા હતા. જો કે સવાર પડતા સુધીમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં અને શાંત હોવાનું જણાઈ રહ્યું છે.

વધુમાં આજે સવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ખંભાળીયા ખાતે એક કાર્યક્રમમાં આવી રહ્યા છે એ સમયે જ આ બનાવ બનતા પોલીસને વધુ ગંભીર સાવચેત અને સાવધાન બનવું પડશે તે પાક્કું છે સલાયા પોલીસ પર હુમલા કરવાનો ભૂતકાળ ધરાવે છે આ વખતે ધાર્મિક બાબત હશે પણ અગાઉ પણ આવુ બની ગયું છે.