જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરના સેતાવાડ ચાર રસ્તા પાસેથી જાહેરમાં ગંજીપાનાના પતા વડે જુગાર રમતા ચાર શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે રૂ. 10130ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરના સેતાવાડ ચાર રસ્તા જીવા સતાના ડેલા પાસેથી જાહેરમાં જુગાર રમતા કિશોર ચોઈથરામ અડવાણી (રહે. ગુલાબનગર), કૈલાશ વીરુભાઈ નાખવા (રહે. શાક માર્કેટ આશાપુરા મંદીર પાસે), રાજેશ હીરાનંદ સંતાણી (રહે. સેતાવાડ કુવાવાળી શેરી) અને અનિલ નંદલાલ દયાણી (રહે. સેતાવાડ) નામના ચાર શખ્સને સીટી એ ડીસ્ટાફ્ના શિવરાજસિંહ રાઠોડ અને મેહુલભાઈ વિસાણીએ બાતમીના આધારે દરોડો કરી ચાર શખ્સને રૂ. 10,130ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવવાહી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા તથા સ્ટાફના મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ પરમાર, મહાવીરસિંહ જાડેજા, શિવરાજસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, યોગેન્દ્રસિંહ સોઢા, વનરાજભાઈ ખવડ અને સાજીદભાઈ બેલીમ   વગેરે દ્વારા કરવામાં આવી હતી.