બીજી તરફ જન વિજ્ઞાન જાથા એ આ પબ્લીસીટી સ્ટંટ ગણાવી જાહેરાત કરવાની ધરપકડ ની કરી માંગ

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


વાત એમ છે કે વરસાદ નથી માટે ખેડૂતો સહિત સૌ ચિંતામા છે સરકાર જે  પાણી છે તેમાથી જ આપવા માટે માત્ર વ્યવસ્થા કરી શકે તે સિવાય આ કુદરતી વ્યવસ્થામા કઇ કરી શકે તેમ નથી તેમાય ખાસ કરી સુજલામ સુફલામ મા ધ્યાન અપાયુ હોત તો પાણી સંગ્રહ વધુ થયુ હોત પરંતુ જે છે તે વાસ્તવિકતા વચ્ચે હાલ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા પાંચ લાખ હેક્ટરનુ વાવેતર નિષ્ફળ જવાની ભીતી છે, ઘણો પાક બગડી ગયો....અમુક બળી ગયો.....જે ખેડૂત ને મુશ્કેલી રૂપ તો છે જ ખેડૂતો અને પશુપાલક ના  ગુજરાન નો પ્રશ્ર્ન છે, પાણીના ચારાના બેફામ બવાવ ગ્રામજનો ને પરવડે તેમ નથી માટે હાલ દુષ્કાળના ટકોરા વચ્ચે મેઘરાજા સપ્ટેબર મા મહેરબાન થાય તેવી આશા સૌ ની છે, ત્યારે જામનગર જીલ્લાના  જામજોધપુરના ખેડૂત ઉત્કર્ષ સમીતીના પ્રવિણભાઇ નારીયાએ વરૂણ દેવ સામે જીદે ચડ્યા છે, અને ૧ લી સપ્ટેબર સુધી વરસાદ નહી આવે તો સમાધી લેવાનુ જાહેર કર્યુ છે.


જો કે હવામાન ખગોળ તેમજ જ્યોતિષ સહીત ક્ષેત્ર ના નિષ્ણાંતો આગામી દિવસોમા વરસાદ પડશે તેવા અનુમાન કરી  અને વરસાદ સારો પડશે તેવી આશા જગાવી રહ્યા છે.

ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ બાબત સ્ટંટ ગણાવી અત્યાર સુધી અનેક સમાધી લેવાની જાહેરાત કરનારને ખુલ્લા પાડ્યાનુ જણાવ્યુ છે, આમ હવે જોઇએ કે કુદરત સૌ ઉપર રીઝે છે કે કોઇ આફતના ઓળા આ વરસે ખેડૂત સહિત સૌ ની ચિંતા વધારશે અને સરકાર ઘનઘોર ચિંતામા ઘેરાશે???