સાત શખ્સ ઝડપાયા: મકાન માલીક ફરાર: રૂ. 1.65 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર   

જામનગર શહેરમાં આવેલ કામદાર કોલોની મીત એપાર્ટમેન્ટમાં સીટી સી ડિવિઝન પોલીસે જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો કરી રૂ. 1.65 લાખ ઉપરાંતના મુદામાલ સાથે સાત શખ્સને ઝડપી લઈ તેમજ મકાન માલીક નાસી જતા તેની શોધખોળ હાથ ધરી ઝડપાયેલા શખ્સો વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર શહેરમાં આવેલ કામદાર કોલોની વિસ્તારમાં મીત એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. 203માં રહેતો દિગ્વીજયસિંહ બી જાડેજા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે જુગારનો અખાડો ચલાવતો હોય તેવી બાતમી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. ગોહિલ, રાજપાલસિંહ જાડેજા અને જનકભાઈ મકવાણાને મળતા દરોડો કરી સિંકદર ઈસ્માઈલભાઈ દલવાણી (રહે. સરલાબેન ત્રિવેદીભવન આવાસ, બ્લોક નં. બી-2, 704), અશોક જ્યંતીભાઈ સખીયા (રહે. મોરબી રોડ, બેડી ગામ,  જી.રાજકોટ), અશરફ સલીમભાઈ રવુમા (રહે. ગ્રીન લેંડ ચોકડી, સીવનગર બજરંગ ડેરીની બાજુમાં, રાજકોટ), જાહીદશાહ જમાલશાહ શાહમદાર (રહે. ખોડીયાર કોલોની, પોલીસ ચોકીની બાજુમાં, જામનગર), રવિરાજસિંહ દિલુભા જાડેજા (રહે. મોટા ખડબા, ભગત ફળી, તા. લાલપુર), યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા (રહે. ખોડીયાર કોલોની, ગાયત્રી મંદીર પાસે, જામનગર) અને જતીનભાઈ બાબુભાઈ વિઠલાણી (રહે. પટેલ કોલોની શેરી નં. 9, શાંતીનગર બ્લોક નં. 4, જામનગર) નામના સાત શખ્સને રોકડ રૂ. 1,13,270, મોબાઈલ નંગ 6 કિંમત રૂ. 26000 અને એક નંગ મોટરસાઈકલ કિંમત રૂ. 25000 તેમજ ત્રણ નંગ ગાદલાઓ કિંમત રૂ. 1500 કુલ મળી રૂ. 1,65,770નો મુદામાલ કબ્જે કરી મકાન માલીક દિગ્વીજયસિંહ બી. જાડેજા હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ કે. એલ. ગાધે, પીએસઆઈ આર.ડી. ગોહિલ, પીએસઆઈ એન. વી. હરીયાણી તથા સ્ટાફના રાજપાલસિંહ જાડેજા અને જનકભાઈ મકવાણાએ કરી હતી.