એસોજી દ્વારા કર્યવાહી: 12.294 કિલો ગાંજો કબ્જે: મોટરસાઇકલ સહિત 2.02 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર શહેરમાં સુરત બસમાંથી ગાંજાની ડીલેવરી દેવા આવેલ શખ્સ સહિત જામનગરના શખ્સને 12.294 કિલો ગાંજા સાથે જામનગર એસઓજી દ્વારા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  


જામનગર શહેરમાં આવેલ રાજપાર્કની બાજુમાં સ્ટાર પાર્ટી પ્લોટની સામે રોડ ઉપર બાતમીના આધારે જામનગર એસઓજીના અરજણભાઈ કોડીયાતર, હર્ષદભાઈ ડોરીયા અને રવીભાઈ બુજડએ બાતમીના આધારે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા હુશેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણીએ ગાંજો વેચવા માટે મંગાવેલ હોય અને તે શરીફ ઉર્ફે શાહરુખ ખલીલ પીંજરી નામનો શખ્સ સુરતથી જામનગર બસમાં ડીલેવરી દેવા માટે આવેલ હોય અને જામનગરના શખ્સને તેમજ સુરતના શખ્સને  12.294 કીલો ગાંજો કિંમત રૂ. 2,02,590ના મુદામાલ સાથે મોટરસાઈકલ જીજે 10 ડીસી 8841 નંબરના મુદામાલ સાથે ઝડપી લઈ સીટી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ.નીનામા, પીએસઆઈ આર.વી. વીંછી, પીએસઆઈ વી.કે. ગઢવી તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.