જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર નજીકના જુના બંદર પરથી માછીમારી કરવા ગયેલ બે માછીમારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોનસુન સીજન હોવાથી દરિયો નહી ખેડવા તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. છતાં પણ નિયમનો ઉલાળ્યો કરી બંને સખ્સો માછીમારી કરવા જતા પકડાઈ ગયા છે.

મળતી વિગત મુજબ જામનગર નજીક બેડી બંદર ખાતેના નવા બંદર પર બેડી મરીન પોલીસ દ્વારા ગઈ કાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અકબર આમદભાઈ સચડા રહે. બેડી ઈદે મીલાદેનબી ચોક કુમાર શાળા પાસે થરી વિસ્તાર જામનગર અને અસગર ઓસમાણાભાઇ સચડા જાતે.વાઘેર (ઉ.વ.34), ધંધો.માછીમારી રહે. બેડી ઈદેમીલાદે, નબી ચોક કુમાર શાળા પાસે, થરી વિસ્તાર જામનગર વાળા શખ્સો પોતાની હોડી લઈ દરીયામા માછીમારી કરવા જતા મચ્છીમારી કરતા મળી આવ્યા હતા. હાલમા મોન્સુન સીઝન ચાલુ હોય જેના કારણે દરીયામા મચ્છીમારી કરવા નહી જવા માટે મે.ડી.એમ.સા. નુ જાહેરનામુ અમલમા હોય તેમ છતા આ કામના આરોપીએ પકડાઈ ગયા હતા. પોલીસે બંને સખ્સો સામે આઈપીસી કલમ 188 તથા ફીશરીઝ એકટ કલમ 7(4) મુજબ કાર્યવાહી કરી હતી.