મંજુરી વગરના બંધકામ અંગે પગલા લેવાશે કે નહી??? સ્પષ્ટતા જ  ન થઇ....!!!

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર કોર્પોરેશનમાં અનેક અન્ય બાબતો જેની ટીકાઓ જાણકારોમા વારંવાર  થાય છે તેવીજ રીતે દર મહિને મળતી સંકલન સમિતિની મીટીંગમા અમુક મુદા ઓ અમુક પ્રશ્ર્નોમા  અધુરા જવાબ અપાયા  કે જવાબ મા સ્પષ્ટતા ન થઇ તેના ઉપરથી આ  સંકલન સમીતીના અમુક મુદાઓનુ  સંચાલન " અન્ય સ્થળ"થી થતી હોવાની અને જે મીટીંગ હોલ મા થી પુરેપુરૂ સંચાલાન નહી થતુ હોવાની પ્રબળ  આશંકાઓ ઉભી થયાનુ ચર્ચાય છે તેમજ  આ ગત તાજેતરની છેલ્લી  સંકલન મીટીંગના   સંચાલક ટુંકા પડ્યાનુ તારણ સાથે અનેક આશંકાઓ પણ ઉપજી છે બીજી તરફ "આચાર પરમો ધર્મ" એ જામનગર કોર્પોરેશન નો મોટો છે, સુત્ર છે અને સિદ્વાંત છે તે મોટેભાગે ક્યાય ક્યાક જ જોવા મળતુ હોય છે.


એકતરફ જામનગર મા ભળેલા નવા વિસ્તારોમા પાણી ગટર સ્ટ્રીટ લાઇટ વગેરે સુવિધા કરવા હજુ ઘણા કિસ્સાઓમા ગ્રાન્ટ ની રાહ જોવાય છે અમુકમા પ્લાનીંગ ની રાહ જોવાય છે તેમજ કોને ખબર ફ્લાય ઓવર માટે સરકાર નાણા આપી શકતી હોય તો પ્રાથમીક અને ફરજીયાત સેવા પુરી પાડવા ગ્રાન્ટ ન આવે તેવુ બને નહી માટે જ એક એવી પણ શંકા છે કે કોક ને સાચવવા  ગ્રાન્ટ ના હેડ ટ્રાન્સફર નથી થઇ ગયા ને??? જો કે ચીફ એકાઉન્ટન્ટ એવુ થવા દે તેવા નથી જ પરંતુ સ્થાનીક સ્વરાજ્ય ની સંસ્થામા " આપણુ સાજુ રાખવા" અમુક અમુક નુ "રાખવુ" પણ પડતુ હોય તે પણ વાસ્તવિકતા છે એકંદર સાત લાખના જનસમદાય  માટે ની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લગત કોર્પોરેશન ની આ નિયમીત મળતી સંકલન સમીતી ની કાર્યવાહી સમીક્ષા જનક તો છે જ તેમ એનાલીસ્ટો કહે છે.

મંજુરી વગરના બંધકામ અંગે પગલા લેવાશે કે નહી??? સ્પષ્ટતા જ  ન થઈ....!!!

જામનગર કોર્પોરેશનની સંકલન સમીતી ની મીટીંગ મા ગેરકાયદેસર બાંધકામ જે ગુરૂકૃપા એન્ટરપ્રાઈઝ જે બેડી ગેટ વિસ્તારમા છે તે ચમક્યુ હતુ પરંતુ અપેક્ષા મુજબ વિશેષ ચર્ચા કોઇ કારણસર ન થઇ તેમજ કોર્પિરેશન નો ઇરાદો તે માટે સ્પષ્ટ થયો નહી હા એવુ જણાવાયુ કે સર્વે નંબર ૧૩૨ થી ૧૩૬ સુધીમા સર્વે નંબર ૧૩૩ સિવાય ની પરવાનગી છે જ્યારે બહુચર્ચિત ૧૩૩ સર્વેનંબરમાં કોઇપણ પરવાનગી નથી તેમ જણાવાયુ હતી ઘણા સમયથી આ બાબતે ચર્ચા હતી કે રીનોવેશન ની મંજુરી લઈ કોમર્શીયલ ને રેસીડન્સ બનાવાય રહ્યા છે જોકે આ ૧૩૩મા થય રહેલા ભાગ માટે કોઇમંજુરી નથી તો પગલા લેવાશે કે નહી?? તે બાબત કોઇની ઉપરથી સુચના ના કારણે સ્પષ્ટતા કરાઇ નથી નહીતો આ અંગે ફોજદારી કરવા તેમજ આર્કીટેક્ટનુ લાયસન્સ રદ કરવાની માંગણી ઉભી છે જો કે સુત્રો દ્વારા આ અંગે સમગ્ર પ્રકરણ નો અથ થી ઇતી વિગતો અને કોણે કોણે વહેતા જળમા આચમન લીધા તેની માહીતીઓ આવી રહ્યાનુ જણાવ્યુ છે.