જામનગર મોર્નિંગ - જામનગર 


કોરોના કાળમાં ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી પરંતુ કોરોનાનો કહેર ઘટી જતાં રેલ સેવા પૂર્વવત કરવામાં આવી છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમએ પણ પોરબંદર-મુંબઈ અને ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજુઆતો કરી તેને સફળતા સાંપડી છે અને આ બન્ને ટ્રેનો આગામી તા. ૧૮ ઓગસ્ટથી પૂનઃ શરૂ કરવામાં આવનાર છે. આ સાથે તા. ૧૬ ઓગસ્ટથી પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે. ભાવનગરથી રાત્રે ૧૦ઃ૧૦ કલાકે આ ટ્રેન રવાના થશે જયારે જામનગરથી આ ટ્રેન તા. ૧૯ ના ભાવનગર માટે રવાના થશે. તેવી જ રીતે પોરબંદર-મુંબઈ વચ્ચેની ટ્રેન મુંબઈથી તા. ૧૮ ઓગસ્ટના રવાના થશે અને તા. ૧૯ ના પોરબંદરથી મુંબઈ માટેની ટ્રેન રવાના થશે. મુંબઈથી સવારે ૯-૨૦ કલાકે અને પોરબંદરથી સાંજે ૭-૩૦ કલાકે મુંબઈ માટે રવાના થશે.