જાણકારોમા ગણગણાટ ત્રણ દિમા આટોપાયો સર્વે-ડબલ થી વધુ પરીવારજનો પાસે હજુ નથી પહોંચ્યુ તંત્ર: સ્ટાફ હવે અરજી નથી સ્વીકારતો--રજી.એડી કે કુરીયરમા અરજી મોકલવા બાબતે લોકો અજાણ: હજુ વરસાદની આગાહી છે હે પ્રિય પ્રજાજનો પાણી ભરાયતો જીવના જોખમે પણ  ફોટા-વિડીયો રાખજો: "નહી તો " જાણકારોનો કટાક્ષ: અમે બધુ કામ આટોપી લીધુ"સરકારી કચેરીઓમાં ગુંજતા સંવેદનાવિહીન પડઘા: શની-રવિની રજામા "હાશકારા" સાથે હરવા ફરવામા વ્યસ્ત તંત્ર ને જોતા CM એ આપેલુ સર્વે-સહાયનુ વચન અસરગ્રસ્ત તમામે તમામ કે સો એ સો ટકા  શહેરીજનો માટે લાગુ નહી પડતુ હોય?? ના ઉઠ્યા સવાલ: સતાવાર યાદી આવ્યે સ્પષ્ટ થશે ચિત્ર જામનગરનુ મુખ્ય વહીવટી તંત્ર આંગળી ચીંધી શકાય તેવુ નથી જ પરંતુ પ્રજાજનોની પારાવાર યાતના નજર બહાર રહી ગઇ હોય કે કોઇએ ધ્યાન નહિ દોર્યુ હોય?? શુ થયુ હશે ભગવાન જાણે કેમકે ઘણાને સહાય નબળી સર્વેના અભાવથી ન મળી એમ કહેવાય છે તે પણ પાયાવિહોણી વાત નથી: બીજુ આપતિઓ મહામારીઓ તો હવે " રૂટીન" થય ગયા છે ને??દરેકની કામ કરવાની મર્યાદા હોય ને રજા સિવાય તો કામ કરે જ છે ને?? અને રીફ્રેશ થશે તો ફરજ સારી રીતે બજાવી શકશે વગેરે કટાક્ષભરી બેતરફી ટીકાઓ નો થઇ રહેલો  વરસાદ: જો  ગાંધીનગર ગરમ છે દિલ્હી ગરમ છે કુદરત મા ખલેલ છે માટે વહીવટી કડક પગલા તેમજ પ્રાકૃતિક આપતિઓ આવ્યા રાખે કે આવે  એ તો ચાલતુ જ હયને???તો વિભાગો વાળા ય માણસ છે એને ય ભુખ લાગે થાક લાગે ને? અને સરકારી સુચના મુજબ કામ કરી શકે પોતાની મેળે કેમ કરવુ? પ્રશ્ર્નો થાય હા...જે નિયત થયેલી ફરજ સંપુર્ણ ન બજાવતા હોય તો કોઈ બાકી કોકના તપેલા ચડશે વગેરે જેવી બાબતો થાય ત્યારે જ ચર્ચા કરાય ને? મુખ્યમંત્રી સચિવ સહિતના માર્ગદર્શન અને સુચનાઓ મુજબ જો કાર્યવાહી થઇ હોય તો હજુ અનેક  "વંચીતો" કેમ??સમજાય નહી તેવી ગડમથલ--નિષ્ણાંતો સહિત અનેક અવઢવમાં

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

જામનગરના અનેક વંચીત હજારો પુરગ્રસ્ત પરિવારજનો  હજુ પોતાના ઘર પુરગ્રસ્ત થયા તેના સર્વે ન થયા હોય હજુ સહાયની રાહ હોઇ ઘરવખરી સાધનો બગડી ગયા હોય કોઇ દાદ ન દેતુ હોય  આંસુ સારે છે  ને બીજી તરફ સીટી મામલતદાર મુવીની મૌજ માણતા હતા તેમ ટીકાકારો કહે છે. 


જાણકારોમા ગણગણાટ છે કે માત્ર ત્રણ દિમા સર્વે આટોપાયો માટે  સર્વે બાદ પણ -ડબલ થી વધુ  ભારે વરસાદમા પુરગ્રસ્ત થવાનીનુકસાની વેઠેલા  પરીવારજનો પાસે હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. 

બીજી તરફ સરકારી સ્ટાફ હવે અરજી નથી સ્વીકારતો અને રજી.એડી કે કુરીયરમા અરજી મોકલવા બાબતે લોકો અજાણ છે.

તેવામા ડર એ છે કે હજુ વરસાદની આગાહી છે માટે .હે પ્રિય પ્રજાજનો પાણી ભરાયતો જીવના જોખમે પણ  ફોટા-વિડીયો રાખજો "નહી તો ઠેંગો મળશે "તેમ  જાણકારોનો કટાક્ષ છે અને ઉમેરે છે કે નાગરીકો પુરગ્રસ્ત થાય ને ભયમા હોય પણ નુકસાની થય હોય તે પહેલા પુરાવામા રાખવી સુઝે કે જીવ બચાવવો બાળકો વૃદ્ધો બિમારોને સલામત રાખવા નુ ટેન્શન હોય તે નો રસ્તો કરે???


તો બીજી તરફ "અમે બધુ કામ આટોપી લીધુ"સરકારી કચેરીઓમાં આવા   સંવેદનાવિહીન પડઘા ગુંજતા હોય લોકો નિરાશ વદને લાચાર થઇ બિચ્ચા....રા થઇ ધરમધક્કા ખાય છે તેમ જોવા મળે છે.

ત્યારે બીજી તરફ શની-રવિની રજામા "હાશકારા" સાથે હરવા ફરવામા વ્યસ્ત તંત્ર ને જોતા સીએમએ આપેલુ સર્વે-સહાયનુ વચન અસરગ્રસ્ત તમામે તમામ કે સો એ સો ટકા  શહેરીજનો માટે લાગુ નહી પડતુ હોય?? ના સવાલ પણ ઉઠ્યા છે.

જો કે સતાવાર યાદી આવ્યે ચિત્ર સ્પષ્ટ થશે કેમકે જામનગરનુ મુખ્ય વહીવટી તંત્ર આંગળી ચીંધી શકાય તેવુ નથી જ પરંતુ પ્રજાજનોની પારાવાર યાતના નજર બહાર રહી ગઇ હોય કે કોઇએ ધ્યાન નહિ દોર્યુ હોય?? શુ થયુ હશે ભગવાન જાણે કેમકે ઘણાને સહાય નબળી સર્વેના અભાવથી ન મળી  એમ કહેવાય છે તે પણ પાયાવિહોણી વાત નથી.

ગપગોળા-અફવા-આક્ષેપો જેનો કોઇ આધાર જ નથી!!! છતાય ટીકાકારોના મોઢે ગરણા કેમ બાંધવા?


સરકારી અધીકારી કે કર્મચારીઓને ફીલ્મ ન જોવી હરવુ ફરવુ નહી પરિવારને સરકારી ગાડીમા ન લઇ જવા અથવા તો તેઓને ગાડીમા ન મોકલવા હોટલો અને રિસોર્ટમા ન જવુ સ્ટ્રેસ રીલીઝ કરવાના ઉપાયો ન કરવા ખુબ સમૃદ્ધ યજમાનોની ભવ્ય આગતા સ્વાગતા ન સ્વીકારવી-મોટા શોપીંગ સેન્ટરોમા સરકારી ગાડીમા ન લય જવા ખર્ચ ખરીદી દાગીના વગેરે ના હવાલા ન આપવા બીલ બીજા અમુક ને ન પરવવા તન તારક પંચ તારક હોટલો રજાનો આનંદ ન લેવો સ્વીમીંગપુલમા જ્યા જી હજુરીયા ઓ હાજર હોય સેવાઓ કરવા ત્યાં ન જવુ ઇલેક્ટૃોનીક સાધનો વૈભવી ફર્નિચર ક્યાય જમીન નો ટુકડો ક્યાય ખેતીનો કટકો વગેરે કોઇ લાગણીથી આપે તો ન સ્વીકારવા.કે સગા વ્હાલા પરિવારના નામે ન કરાવવા લાઇટ બીલ ફોન બીલ ચા  ડાયરી વગેરે હવાલા ન આપવા વગેરે વગેરે વગેરે ના અનેક મુદાઓના મામલે સરકારી વિભાગોના અધીકારીઓ કર્મચારીઓ માટે પ્રતિબંધ થોડા હોય? માટે આવા આક્ષેપો જો થતા હોય જો કે હાલ  જામનગર જિલ્લામા કોઇ સરકારી કર્મચારીઓ કે અધીકારીઓ  માટે આવવું કઇ સતાવાર જાણવા મળ્યુ નથી  પણ માનો કે આક્ષેપ થાય છે. તો તેને કાલ્પનિક ગણી કોઇ સાથે સુસંગત નથી તેવી જાણકારોએ ક્લીન ચીટ આપી જ દેવી તેથી ખોટી વાતો અફવાઓ આગળ ન વધે તેમજ આવા આક્ષેપ તો કોઇ સંજોગોમાં સાચા ન માનવા અને આવી ખોટી ચર્ચાઓ કરી વિષયાંતર ન કરવા અંગત સલાહ છે બાકી તો નાગરીકોના હક ઉપર તરાપ ન મરાય તેવો બોલે ને સાવ પાયા વિહોણુ કે તદન ખોટુ ન પણ બોલે પણ આવુ બીજા જીલ્લાઓ માટે કદાચ બોલાતુ હોય પરંતુ જામનગર શહેર અને જિલ્લાના ૩૪ બ થી વધુ  સરકારી વિભાગોના અધીકારીઓ કર્મચારીઓ માટે ન જ બોલવુ પુરાવા હોય તો જ બોલજોખોટા ઇ  લોકોને ડીમોરલાઇઝ ન કરવા તેમજ એકાદ બે એવા કદાચ માનો કે હોય તો ય તેવી કરંડીયાની એક બે સડેલી કેરીને કારણ કરંડીયાની બધી કેરીને બદનામ ન કરાય તેવીજ રીતે સરકારમા  બધાને બદનામ કરવા એ સારી બાબત નથી આપણ ને શોભે જ નહી અને આવી અને આસિવાયની ઘણી બાબતો મુદાઓ ને રદીયો આપવાનુ ગૌરવ થવુ જોઇએ તેમ વિસ્તૃત ચર્ચા ઓ કરતા વહીવટી વિશ્ર્લેષકોનો અભિપ્રાય છે અને આ પાયાવિહોણા  મુદાઓ ચર્ચાઓમાં ન જ લેશો.

બીજુ આપતિઓ મહામારીઓ તો હવે " રૂટીન" થય ગયા છે ને?? દરેકની કામ કરવાની મર્યાદા હોય ને રજા સિવાય તો કામ કરે જ છે ને?? અને રજામાં    રીફ્રેશ થશે તો નાગરીકો માટે સરકારી ફરજો સારી રીતે બજાવી શકશે વગેરે કટાક્ષભરી બેતરફી ટીકાઓ નો થઇ રહેલો  વરસાદ પાટનગરો "ગરમ" કોકના તપેલા ન ચડે તો સારૂ જો ગાંધીનગર ગરમ છે દિલ્હી ગરમ છે કુદરતમા ખલેલ છે માટે વહીવટી કડક પગલા તેમજ પ્રાકૃતિક આપતિઓ આવ્યા રાખે કે આવે ......એ તો ચાલતુ જ હયને???તો વિભાગો વાળા ય માણસ છે. એનેય ભુખ લાગે થાક લાગે ને? અને સરકારી સુચના મુજબ કામ કરી શકે પોતાની મેળે કેમ કરવુ? પ્રશ્ર્નો થાય હા જે નિયત થયેલી ફરજ સંપુર્ણ ન બજાવતા હોય તો કો બાકી કોકના તપેલા ચડશે વગેરે જેવી બાબતો થાય ત્યારે જ ચર્ચા કરાય ને? હાલ ઉથલપાથલનો અંધાધુંધીનો આત્રણ ભર્યા ને આ ઝર્યા  જેવો સમય છે તેમ લાગે છે પણ "આપણુ શુ બગાડી લેવાના???" ના આત્મવિશ્ર્વાસ અભિમાન કે વાવડો શબ્દ અહી સુસંગત નથી) સાથે નિજાનંદમા રહેનારા જવાબદારોની પણ ઘટ નથી.

અને હા મુખ્યમંત્રી સચિવ સહિતના માર્ગદર્શન અને સુચનાઓ મુજબ જો કાર્યવાહી થઇ હોય તો હજુ અનેક  "વંચીતો"  કેમ?? સમજાય નહી તેવી ગડમથલ થી નિષ્ણાંતો સહિત અનેક અવઢવમાં છે. 


શુ કહે છે વ્યાસજી???

શહેર મામલતદાર વ્યાસજી કહે છે કે સર્વે પુર્ણ થય ગયો છે પાંચ દિવસ સર્વે થયો હતો અને અંદાજીત ત્રીસેક હજાર પરિવારો સહાય પાત્ર થાય છે તેમજ તેમને સહાય ચુકવવાનુ ચાલુ છે અને હવે સર્વે કરવો કે ન કરવો તે બાબતે સરકારની કોઇ જ સુચના નથી.