જામનગર મોર્નિંગ - જામનગર તા.05 : માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ડામર પ્લાન્ટ જામનગર - ત્રણ પાટિયા - જામજોધપુર રોડ પર વેરાડ ગામ પાસે આવેલ છે. આ ડામર પ્લાન્ટ લાંબા સમયથી એટલે 2017થી બંધ હાલતમાં છે. આ ડામર પ્લાન્ટ 2001માં તત્કાલીન મંત્રીશ્રી મુળુભાઈ બેરાની જહેમત વેરાડ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. જેથી આજુબાજુના 50-100 કિમિ ત્રીજીયામાં ક્યાય પણ સરકારી રોડના ડામર કામ થતા ત્યારે અહીંથી સરકારી ભાવ મુજબ સારી ક્વોલિટીનો ડામર મળી શકતો હતો. ખાનગી ડામર પ્લાન્ટમાંથી લઈને બનતા રોડની સરખામણીએ આ વેરાડના સરકારી ડામર પ્લાન્ટથી કામ થયા તે રસ્તાઓ ખુબ લાંબા ટકાઉ અને મજબૂત બન્યા હતા.


2017ના શરૂઆતથી વેરાડના આ સરકારી ડામર પ્લાન્ટમાં તકનિકિ ખામી સર્જાતા બંધ કરવામાં આવ્યો હતો જે હજુ હાલ સુધી બંધ છે સ્થાનિક સૂત્રો અને જાણકારો પાસેથી મળતી વિગત મુજબ ખરાબી નાની હતી અને ઇલેક્ટ્રિક ખરાબી હતી જે સમયસર રીપેરીંગ ના થતા પ્લાન્ટ બંધ રહ્યો અને ત્યારથી એટલે કે ચાર વર્ષ જેટલાં સમયથી આ વિસ્તારમાં ડામર કામ કરવાનાં થાય છે ત્યારે ખાનગી ડામર પ્લાન્ટ પાસેથી વેચાતો લેવો પડી રહ્યો છે પરિણામે કરોડો રૂપિયાનો ડામર વેચાતો લેવાઈ છે છતાં પણ સરકારી ડામર પ્લાન્ટ જેવી ક્વોલિટી નથી આવતી એટલે રસ્તાઓ પ્રમાણમાં ટકાઉ અને મજબૂત નથી બનતા. જો વેરાડનો આ સરકારી ડામર પ્લાન્ટ શરૂ થાય તો સસ્તો,સમયસર અને સારી ક્વોલિટીનો ડામર જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં થતા રોડના કામોમાં મળી શકે તેમ છે.