જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર જિલ્લાના ઠેબા ગામથી આગળ કાલાવડ રોડ ઉપરથી એક મહિલાને 6 કિલો ગાંજા સાથે ઝડપી લઈ જામનગર એસઓજીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
જામનગર જિલ્લાના ઠેબા ગામથી આગળ કાલાવડ જતા રોડ ઉપર આવેલ કબ્રસ્તાનની સામે રોડ પરથી એક મહિલાને જામનગર એસઓજીએ પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સૂચનાથી એસઓજીના સંદીપભાઈ ચુડાસમા અને અનિરુદ્ધસિંહ ઝાલાએ પીઆઈ એસ.એસ. નીનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વીંછીની સૂચનાથી સુરતથી જામનગર ગાંજાના જથ્થાની હેરાફેરી કરતી સખીના દાઉદ ગજણ નામની મહિલાને 6 કિલો 100 ગ્રામ ગાંજો કિંમત રૂ. 71,350ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પંચ એ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી પંચ એમાં સોંપી આપેલ છે.