જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રનનાઓ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા બાબતે એસ.ઓ.જી. ને સુચના કરતા તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી.વીંછીની ટીમના મયુદિનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડા તથા દોલતસિંહ જાડેજા ને ખાસ બાતમી મળેલ જે આધારે જામનગર શહેર વુલનમીલની બાજુમાં મહાકાળી સર્કલ પાસેથી રાહીલ ઉર્ફે ગટુ હુશેનભાઇ બ્લોચ જાતે મકરાણી ઉવ .૨૭ ધંધો - મજુરી રહે . નવાગામ ઘેડ , કબીરનગર , શકિત માતાજીના મંદીરની બાજુમાં , જામનગર વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર નંગ ૧ કી.રૂ .૧૫,૦૦૦ / - ની સાથે પકડી સીટી " સી " ડીવી . પો.સ્ટે . આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામા આવેલ છે . આ કાર્યવાહી એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા તથા પો.સબ.ઇન્સ શ્રી આર.વી.વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.