• આ દબાણ દૂર કરવા 6 મહિના પહેલા પણ તંત્ર ગયું હતું પણ આત્મવિલોપનના પ્રયાસને પગલે તંત્ર સરકી ગયું હતું !

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.28 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચા જગાડનાર ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે પોલીકાફલાના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ખંભાળીયા પ્રાંત અધિકારી સંજય કેશવાલાએ ધારાસભ્ય વિક્રમભાઈ માડમની કરેલી ફરિયાદ પરથી રામભાઈ અરજણભાઈ કારાવદરા નામના વ્યક્તિએ નદીના વહેણને અવરોધક કરેલું દબાણ હટાવવા માટે કાર્યવાહી શરૃ કરતા જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે. અગાઉ આ જગ્યા પર આસામીએ જાતે દબાણ દૂર કર્યું હતું. પણ નિયમ મુજબ દબાણ દૂર થયું ન હોય તથા મૂળ રસ્તા પ્રમાણેનું દબાણ હટાવવા ધારાસભ્ય વિક્રમભાઈ માડમની વારંવાર ફરિયાદના પગલે આજે પ્રાંત અધિકારી સંજયભાઈ કેશવાલાએ પો.સ.ઈ. નિકુંજ જોષી તથા પોલીસપાર્ટી સાથે હાજર રહી દબાણ દૂર કર્યું છે.

અગાઉ આ દબાણ દૂર કરવા માટે ધારાસભ્ય વિક્રમ માડમ તથા અન્ય ધારાસભ્ય સ્થળ પર જ઼ ધરણા પર બેઠા હતા જયારે તંત્રએ દબાણ દૂર કરવાનું શરૂ કર્યું હતું પણ અધૂરું રહ્યું હતું સામા પક્ષે દબાણ કરવાનો આરોપ જેમના પર છે તે પરિવારના મહિલાએ ઝેરી પદાર્થ પી ને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં મામલો વધુ ગરમાયો હતો જે આજે ફરી તંત્રએ સ્થળ પર જઈને પાણીના વહેણ થતા વર્ષોથી ચાલ્યા આવતા રસ્તાનું આ દબાણ દૂર કર્યું હતું.